ઉદાદેવી

ઉદાદેવી પાસી. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ભુલાયેલી વીરાંગના.

ઉતરપ્રદેશના લખનઉની પાસે ઉજિરીયાવ ગામ છે. જયા પાસી જાતીના ગરીબ દલિત પરિવારમા ઉદા નો જન્મ થયો હતો. નાની ઉંમરમા જ તેના લગ્ન મક્કા પાસી સાથે કરી દેવામાં આવ્યા હતા.
મક્કા પાસી અવધના નવાબ વાજિદ અલી શાહ ની પલટનમા સૈનિક હતાં

દેશી રજવાડાઓ પર અંગ્રેજો ની નજર બગડતા નવાબે પોતાની ગેરહાજરીમાં મહેલની રક્ષા કરવા લડાકુ સ્ત્રીઓ ની સુરક્ષા ટુકડી બનાવી હતી જે જનાનખાના અને મહેલની રક્ષા કરતી હતી. આ પલટનમા ઉદાદેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશના પ્રથમ સ્વાધીનતા સંગ્રામની નાયિકાઓમાંની એક નવાબની બેગમ હજરત મહલ, ઉદાદેવીની બહાદુરી અને તરત નિર્ણય લેવાની આવડતથી ખુબ જ પ્રભાવિત થયા હતા. ટુકડીમાં જોડાયાના થોડા જ સમયમા બેગમે ઉદાદેવી ને ટુકડીના કમાન્ડર બનાવી દીધા.

દેશના પ્રથમ સ્વંતંત્રતા સંગ્રામ વખતે મહિલા ટુકડીના કમાંડર તરીકે ઉદાદેવી એ જે અદમ્ય સાહસ, દુરદર્શિતા અને બહાદુરીનો પરિચય આપ્યો તેનાથી ખુદ અંગ્રેજ સેના પણ ચકિત થઈ ગઈ હતી. ઉદાદેવીની વિરતા પર એ વખતે ઘણા લોકગીત ગવાતા જેમાનુ એક છે.

“कोई उनको हब्शी कहता, कोई कहता नीच अछूत,
अबला कोई उन्हें बतलाए, कोई कहे उन्हें मजबूत।”

મેરઠના સિપાહિઓ એ અંગ્રેજો વિરુદ્ધ ૧૦ મે ૧૮૫૭ મા શરુ કરેલ લડાઈ તેજીથી ઉતર ભારતમાં ફેલાવા લાગી હતી ત્યારની આ વાત છે. ત્યારે લખનઉના ચિનહટ કસ્બા પાસે આવેલ ઈસ્માઈલગંજમા અંગ્રેજ સેનાપતિ હેનરી લોરેન્સના નેતૃત્વ મા ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સેનાએ મૌલવી અહમદુલ્લાહ શાહની ની વિદ્રોહી સેના સાથે ઐતિહાસિક લડાઈ થઈ. ચિનહટની એ ઐતિહાસિક લડાઈમાં વિદ્રોહી સેના નો વિજય પ્રથમ સ્વંતંત્રતા સંગ્રામ ની સૌથી મોટી ઉપલબ્ધિઓ માથી એક હતી.

દેશને ગૌરવ અપાવનારી અને સ્વાધીનતા સેનાનીઓના મનોબળ ને વધારનારી એ લડાઈમાં હજારો સૈનિકો ની સાથે ઉદાદેવી ના પતિ મક્કા પાસી પણ શહીદ થયા હતા. ઉદાદેવી એ પોતાના પતિની શહાદત પર બદલો લેવાની કસમ ખાધી હતી. મક્કા પાસીના બલીદાન નો બદલો લેવાનો અવસર ઉદાદેવીને સિકદર બાગની લડાઈમાં મળી ગયો.

અંગ્રેજો ની સેના ચિનહટ ની પરાજય નો બદલો લેવા ની તૈયારી કરી રહીં હતીં, એ વખતે તેમને ખબર મળી કે લગભગ બે હજાર વિદ્રોહી સૈનિકો એ લખનઉ ના સિકંદર બાગમા આશરો લીધો છે.
૧૬ નવેમ્બર ૧૮૫૭ના દિવસે કોલીન કેમ્પબેલની આગેવાનીમા અંગ્રેજોની એક ટુકડીએ સિકંદર બાગની એ સમયે ઘેરાબંધી કરી કે જે સમયે વિદ્રોહી સૈનિકો આરામ પર હતા અને ઉંઘી રહ્યા હતા. એ વખતે ઉદા પાસી ની ટુકડી પણ એજ બાગમાં હાજર હતી. અસાવધ વિદ્રોહી સૈનિકોની હત્યા કરતી અંગ્રેજોની ટુકડી આગળ વધી રહી હતી. સમય ને પારખી ઉદાદેવીએ પુરુષોના કપડા પહેરી લીધા અને  ઉંચકી શકાય તેટલી ગોળીઓ અને બંદુક લઈ એક ઘટાટોપ પીપળાના ઝાડ પર ચડી ગયા. ઝાડની ડાળીઓ અને પતાની આડમા રહીં ફાયરીંગ કરતા ઉદા દેવીએ અંગ્રેજ સૈનિકો ને આગળ વધતા અટકાવી દીધા અને ૩૨ અંગ્રેજ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા જેમા બે અંગ્રેજ અધીકારી કુપર અને લેમ્સડન પણ હતા. ગોળીઓ ખત્મ થતા ઉદાદેવી ઝાડ પરથી નીચે ઉતરવાની કોશિશ કરવા લાગયા પણ અંગ્રેજ સૈનિકોએ ઝાડ ને ઘેરી અંધાધુંધ ફાયરીંગ કરી તેમના શરીરને ગોળીઓથી વિંધી નાખ્યું. તેમની લાશ નીચે ઉતારી ત્યારે અંગ્રેજો લાશ જોઈ ચૌકી ઉઠયા કે તે બહાદુર સૈનિક એક સ્ત્રી હતી.

ઉદાદેવી પાસી ના શૌર્ય, અદમ્ય સાહસ અને શહીદી પર લખવામા ભારતીય ઈતિહાસકારોએ અસ્પૃશ્યતા રાખી છે પણ અંગ્રેજ અધીકારીઓ અને પત્રકારો એ સિકંદરબાગ મા પીપલ ના ઝાડ પર રહીં પુરુષ ના વેશ મા લડનાર એક સ્ત્રી વિશે ઘણું લખ્યું છે.

બ્રિટીશ સાર્જન્ટ ફોર્બ્સ મિશેલે પોતાના એક સ્મરણમાં નામ લખ્યાં વગર પીપલના ઝાડ પરથી લડનાર સ્ત્રી નો ઉલ્લેખ કર્યો છે.જેમા આ આખું વર્ણન છે. લંડન ટાઈમ્સ ના એ વખતના સંવાદદાતા વિલિયમ હાવર્ડ રસેલને લડાઈનું જે ડિસ્પેચ લંડન મોકલ્યું તેમા પણ પુરુષના વેશમા પીપલના પેડ પર બેઠેલ અને લડાઈમાં ૩૨ થી વધારે અંગ્રેજ સૈનિકો ને મારી નાંખનાર સ્ત્રી નો ઉલ્લેખ કરેલો છે.

ઉદાદેવી પાસી ની વિરતા, શૌર્ય અને બહાદુરીથી એક વાત તો સાબિત થાય છે કે વંચિત દલિતો પણ બહાદુર અને શૌર્યવાન છે.. તિલકા માજી મક્કા પાસી, ઉદાદેવી પાસી જેવા જાંબાઝ યોધ્ધાઓ તેના ઉદાહરણ છે. જો એ વખતે વંચિતો ને યોગ્ય તાલીમ મળી હોત અને તે વખતના સમાજ તરફથી સમાનતા મળી હોત તો ભારત દેશ કયારનો આઝાદ થઈ ગયો હોત..

ઉદાદેવી પાસી ને શત શત નમન.
મક્કા પાસી અને તિલકા માજી ને વંદન

મિત્રો આ છે આપણી બહુજન અસ્મિતા.
આ છે આપણી ધરોહર.

આ છે બહુજન અસ્મિતા અસ્તિત્વની ધરોહર.

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...