અલ્પસંખ્યક માં થી બહુજન બનીએ...
જ્ઞાતિ માં વહેચાયેલો સમાજ અલ્પસંખ્યક છે જ્ઞાતિઓથી જડોઇ જાય તો બહુસંખ્યક બની જાય. જ્ઞાતિ અનિવાર્ય દુષણ છે માટે બાબાસાહેબે પણ જ્ઞાતિ વિહીન સમાજ ની જ વાત કરી હતી. છતાં આપણે એ સમજી શકતા નથી. સંત રવિદાસ, કબીર, સવૈયાનાથ, તેજાનંદ,બેચર સ્વામી,વિર મેઘમાયા એ બધા ના જાહેર પરિશ્રમ અને ત્યાગ,બલિદાન અને સમાજ વ્યવસ્થા પરિવર્તન માટે ના ધાર્મિક આંદોલન હતા. સમગ્ર પીડીત વંચિત લોકો માટે હતા છતાં આપણે આપણી જ્ઞાતિ જનક સંકુચિત માનસ થી માપી પોત પોતાની જ્ઞાતિ પુરતા મર્યાદિત બનાવી દીધા અને એ મહાન સંતો નુ અપમાન કરી બીજી જ્ઞાતિ કે સમગ્ર સમાજ ના ઉધ્ધારક તરીકેના તેમના યોગદાન ને મર્યાદિત કરી નાખ્યું એટલે બીજા પણ પોતાના કહી શકે એની સામે આપણે જ દરવાજા બંધ કરી દીધા. શું આમ કરવાથી આપણે સંતો ને પણ જ્ઞાતિ ને આધારે વહેંચી નથી લેતા?અને દુશ્મન નું આ કામ ,આપણામાં ભાગલા પાડવાનુ કામ આપણે જ શું નથી કરી રહ્યા?
વાસ્તવમાં ઇતિહાસ ગવાહ છે કે શ્રમણ સંસ્કૃતિ ના વાહક ,ઉધ્ધારક અને પુનર્જીવિત કરનાર તથાગત બુદ્ધ ના ધમ્મ ના મહાયાન અને હિનયાન પંથ માં થી વિરમેઘમાયો હિનયાન પંથી બૌદ્ધ ભિખ્ખુ હતા એટલે એમના સમાજ ને ઢેડ જે મુળભૂત પાલિ ભાષાના થેર શબ્દ નુ અપભ્રંશ છે થેર - પુરુષ ભન્તે અને થેરી-સ્ત્રી ભન્તે મુળભુત બૌદ્ધ ધમ્મ ના મહાન સાધુ-ભિખ્ખુ ઓ હતા. વિર માયો સામાજિક જાગૃતિ માટે કામ કરતા, વ્યવસ્થા પરિવર્તન માટે લડતા હતા માટે બલિદાન ના નામે ખતમ કરવાનું ષડયંત્ર બ્રાહ્મણોએ કર્યું હતું છતાં વિર માયાએ શહાદત વ્હોરી સમગ્ર અછૂત સમાજ ના અધિકારો નિશ્ચિત કરી ગયા અને આજે આપણે એમને એક જ્ઞાતિ પુરતા મર્યાદિત બનાવી દીધા તો એમના જીવનમાંથી શું પ્રેરણા મેળવી?
માનવી ખેતી શિખ્યો એ પહેલાં માત્ર શિકાર કરતો અને ચામડાથી અંગ ઢાકતો પછી પશુપાલન અને ખેતી કરતા શીખ્યો તો કપાસ અને કાપડ આવ્યું. ધર્મ હતો જ નહિ માત્ર કુદરતી ડર માં થી બચવા ના ઉપાય ના ભાગ રુપે આવી કુદરતી શક્તિ ઓને રિઝવવા મંત્ર તંત્ર અને હોમ હવન અને પશુ બલિ ના કર્મકાંડ આવ્યા. જેમ વિજ્ઞાની સમજ વધી તો તે બધું ધીમે ધીમે બંધ થતું ગયું પણ તેથી શું આજના બાવા બામણો ને સૌથી પહેલા આવેલા ગણીને ગૌરવ લેવાનો ?
સંત અને મહંત માં ફેર છે સંત શ્રમણ સંસ્કૃતિ નો શબ્દ છે મંહત બ્રાહ્મણ સંસ્કૃતિ નો શબ્દ છે. આપણા સંતોને બ્રાહ્મણીય પ્રદુષણ થી બચાવી શુધ્ધ સ્વરુપે સમાજ સમક્ષ પુનઃ પ્રગટ કરવા પડશે એના બદલે આપણી જ્ઞાતિ જનક સંકુચિત માનસિકતા એ મહાન સંતો ની પ્રતિભાને ખંડિત કરી જ્ઞાતિ ના ચોકઠામાં ફીટ કરી મોટા માં મોટુ પાપ કરી રહ્યા છીએ.
સૈવયનાથ પણ નાથ સંપ્રદાયના સાધુ હતા નાથ સંપ્રદાય બૌદ્ધ ધમ્મ નો જ એક ફાંટો છે જે પાછળથી બ્રાહ્મણીય સંસ્કૃતિ થી પ્રદુષિત કરવામાં આવેલ છે. મોરારજી દેસાઈ તેમના એક લેખમાં સૌવયાનાથ વિશે તેમના અંતિમ દિવસોની વાત નોંધે છે કે પોતાના નિર્વાણ બાદ પણ હયાતીની સાક્ષી સુતરની પૂણી પિરાણામાં જોવા મળશે. આપણે આ સંકેતો ને શું સમજવું?
તેજાનંદે તેમના આશ્રમમાં રાજ કુંવરી રુપાબા અને એક અછૂત ના છોકરા ને આશ્રય આપ્યો કારણ દિકરી નો બાપ લશ્કર લઇ પાછળ પડેલો. તેજાનંદ સ્વામી એ રાજા ને ઉપદેશ આપી સમજાવ્યું કે પ્રેમ આગળ કોઈ ઉચ્ચ નીચ નથી બધા સમાન છે રાજા પ્રભાવિત થયા અને બંનેના લગ્ન કરી આપ્યા. દેશ માં સૌથી પહેલા આ આંતરજ્ઞાતીય લગ્ન કહેવાય.
શું આવા મહાન સંતો ને આપણે વણકર, રોહિત, ગરો,કે ભંગી કે અન્ય કોઈ અછૂત જ્ઞાતિ કે પછી કોઈ પણ એક જ્ઞાતિ માં કેદ કરીને સમગ્ર બહુજન સમાજ તોડી નાખીશું? આમ પાપ ના કરાય મિત્રો. બાબાસાહેબ ને માનો છો તેમનું કહેલું પણ માનો અને બહુજન આંદોલન ચલાવી બહુજન સમાજ પણ બનાવો.

Comments
Post a Comment