Posts

મુક્તિ માર્ચ...

મુક્તિ માર્ચ: (૨૮ ઓગસ્ટ, ૧૮૯૩) ધારોકે તમે ૧૮૯૩ના વર્ષમાં ટાઇમ ટ્રાવેલ કરીને પાછા પહોંચી શકો. અને ધારોકે તમારી પાસે કોઇ વિમાન હોય જેમાં બેસીને તમે સમગ્ર દેશનું વિહંગાવલોકન કરી શકો તો, કદાચ આવા ચિત્ર તમારી આંખોને દેખાય. જો તમે બોમ્બે-પૂનાના આકાશ પર હોવ તો, મેલાધેલા મજૂરીયા દલિતો કે જેમની ડોકમાં હાંડી ભરાવવામાં આવી હોય તથા પાછળ સાવરણી બાંધવામાં આવી હોય. થોડા હજી વધુ સાઉથમાં જાવ તો હાલમાં જેને કેરલ કહે છે તેના કેટલાક ભાગમાં કદી ત્રાવણકોર સ્ટેટ હતું. તમે એના આકાશ પરથી દેખો તો દેખાય કે દલિત મહિલાઓ પોતાના સ્તન ઢાંકી શકતી નહોતી. જો ઢાંકવા હોય તો, 'સ્તન કર' આપવો પડતો. રાજ્યનો ટેક્ષ કલેકટર ઘરેઘરે જયીને દલિત મહિલાઓના સ્તનનું નિરીક્ષણ કરતો. સ્તનના સાઇઝ અને જથ્થાના ધેરાવાના આધારે એ ટેક્ષ નક્કી કરતો. જે ભર્યા બાદ જ, મહિલાને પોતાના સ્તન ઢાંકવાની પરમિશન મળતી. તમે ખેતરોમાં દેખો તો મોટા ભાગના મજૂર, દલિતો હતા. તેમને સ્મશાનનો કે પાણી ભરવાનો પણ હક્ક નહોતો. એમને જાહેર રસ્તે ચાલવાનો પણ હક્ક નહોતો. તેમને સવર્ણ કાસ્ટ ના તથા ખાસ કરીને બ્રાહ્મણો પહેરે તેવા કપડાં પહેરવાનો પણ હક્ક નહોતો. આ બધું ...

દલિત નેતાઓ...

Image

વિનોદ કુમાર મલ્લ, IPS - દલિતોનું ગૌરવ...

વિનોદ કુમાર મલ્લ, IPS DGP(Police Reform) વિનોદ કુમાર મલ્લ પૂર્વ ઉત્તર પ્રદેશના નિવાસી છે. તેમની જાતિ મલ્લાહ કહેવાય છે જે હવે OBC માં આવે છે. જ્યારે વિનોદ મલ્લ IPS થયા (1986માં) ત્યારે તેઓ જનરલ કેટેગરીમાં જ IPS થયા હતા કારણકે તે વખતે OBC અનામત જ નહોતું. વિનોદ કુમાર મલ્લ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના Alumni છે. તેઓ JNU ની એ આદર્શ પેઢીના સભ્ય છે જે સમાજવાદી, બિનસાંમ્પ્રદાયિક વિચારધારાને દિલથી માને છે. તે જમાનામાં JNUમાં ભારતના સૌથી ગરીબ પણ લાયક  વિદ્યાર્થીઓ તેમજ ભારતના સૌથી ધનાઢ્ય તથા લાયક લોકો એક સાથે ખભેખભો મિલાવી ને JNUમાં ભણતા હતા અને દેશમાં સમાજવાદ લાવવાની લડત લડતા અને દેશના સૌથી ગરીબ પરિવારો વતી સંઘર્ષ કરતા હતા. તેઓ જાતિ વિહીન, બિનસાંમ્પ્રદાયિક સમાજ ની કલ્પના કરતા હતા અને તે માટે સંઘર્ષ કરતા હતા.  તે જમાનામાં જાડી ખાદીનો ઝબ્બો-લેંઘો પહેરીને વિશ્વ રાજકારણની વાત કરતો JNUનો વિદ્યાર્થી હોવું ગૌરવની વાત હતી, આજે પણ છે, પણ હવે કદાચ તેટલું જોરદાર વાતાવરણ નથી રહ્યું.  કનૈયા કુમાર તેવા વિદ્યાર્થીઓનો આજનો સૌથી તેજસ્વી અને પ્રખ્યાત પ્રતિનિધિ છે. આવા ક્રાંતિકારી વાતા...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?

ભારતની સંસદમાં “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989” નામનો કાયદો પસાર કરવામાં આવ્યો અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો. આ સિવાય વર્ષ 2016માં સરકારે આ કાયદામાં કેટલાંક સંસોધન કરી અને વધુ કડક જોગવાઈઓ સાથેના નવા સંસોધનો 14 એપ્રિલ, 2016ના રોજ આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. જે લોકો અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી તે તમામ લોકોને આ કાયદો લાગુ પડે છે. જેઓ જો કોઈ વ્યક્તિ SC-ST સમુદાયના સભ્યને હેરાન-પરેશાન કરે તો, તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંતર્ગત કાયદાકીય કાર્યવાહી થાય છે. આ અપરાધ માટે તેણે IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત પણ સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે. આ કાયદો ક્યારે લાગુ પડે ? SC-STના લોકોને જાહેરમા અપમાનિત કરવા અને જબરદસ્તીથી એમને મળ-મૂત્ર ખવડાવવું, સામાજિક બહિષ્કાર કરવો, SC-STના લોકો સાથે વ્યવસાય કરવાનો ઈનકાર કરવો અથવા SC-ST હોવાથી નોકરી કે કામ ન આપવું, SC-ST સાથે મારપીટ કરવી, જમીન પડાવી લેવી, ભીખ માંગવા પર મજબૂર કરવા, બાંધેલો મજૂર બનાવવો, ચ...

પાખંડીનો વિરોધ જરૂરી...

જરાક સમય મળે તો વાંચો અને પછી વિચારો... ભારત દેશમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. અને વિચારવા જેવી વાત એ છે કે તમામ ભારતમાં જ જન્મેલા છે. કોઈનુંય જન્મસ્થળ ભારતની બહાર નથી... કેમ?  સૃષ્ટિની ઉત્પતિ બ્રહ્માએ કરી...! આવું હોય તો બ્રહ્મા યુનિવસઁલ ગોડ તરીકે સમગ્ર વિશ્વમાં પુજાતા હોત..ભારત બહાર કોઈ અન્ય દેશમાં બ્રહ્માને કોઈ ઓળખતું પણ નથી.. ચાલો એ જવા દો.... બધાજ દેવી દેવતાઓના વાહન જુઓ... એકેયની પાસે ભારતમાં જોવા મળે એ સિવાયનાં કોઈ પ્રણી નથી... કેમ વાઘ, સિંહ, ઉંદર, બકરી,..? કાંગારૂ, કિવી, ઝીબ્રા, જિરાફ,डायनासोर કેમ નહી..? જયારે ધરતી પર અધમઁનું આચરણ વધ્યું પાપીઓનાં પાપ વધ્યા ત્યારે વિષ્ણુંએ અવતાર લઈ ધરતીને પાપીઓથી મુક્ત કરી. તો જ્યારે અછૂતો પર છેલ્લા 5000 વરસોથી આટઆટલા અત્યાચાર કરવામાં આવતા હતા ત્યારે અવતાર કેમ નહી? ત્રેતાયુગમાં રામે શુદ્ર શંબૂકની હત્યા કરી. કારણ શંબૂક શુદ્ર હતો અને વેદોનો અભ્યાસ કરી રહ્યો હતો.  શુદ્ર શંબૂકના વેદ અભ્યાસથી દુરના કોઈ ગામોમાં બ્રાહ્મણના પુત્રો મરી  ગયા છે એ કારણ આપી અભ્યાસ કરી રહેલા શુદ્રની રામે હત્યા કરી શું કામ..? એકલવ્ય પોતાની જાતે દુનિયાનો...

अंधभक्ति में लीन ओबीसी...

1977 मेँ जनता पार्टी की सरकार बनी जिसमे *मोरारजी देसाई ब्राह्मण थे* जिनको _जयप्रकाश नारायण_ द्वारा प्रधानमंत्री पद के लिऐ नामांकित किया था। चुनाव मेँ जाते समय *जनता पार्टी* ने अभिवचन दिया था कि यदि उनकी सरकार बनती है तो वे *काका कालेलकर कमीशन* लागू करेंगे। जब उनकी सरकार बनी तो *OBC का एक प्रतिनिधिमंडल* मोरारजी देसाई को मिला और *काका कालेलकर कमीशन* लागू करने के लिऐ मांग की मगर _मोरारजी देसाई _ ने कहा कि _*कालेलकर कमीशन*_ की रिपोर्ट पुरानी हो चुकी है, इसलिए अब बदली हुई परिस्थिति मेँ नयी रिपोर्ट की आवश्यकता है। *यह एक शातिर बाह्मण की OBC को ठगने की एक चाल थी*। प्रतिनिधिमडंल इस पर सहमत हो गया और *B.P. Mandal* जो बिहार के यादव थे, उनकी अध्यक्षता मेँ *मंडल कमीशन* बनाया गया। बी पी मंडल और उनके कमीशन ने पूरे देश में घूम-घूमकर 3743 जातियोँ को OBC के तौर पर पहचान किया जो 1931 की जाति आधारित गिनती के अनुसार भारत की कुल जनसंख्या 52% थे। *मंडल कमीशन ने अपनी रिपोर्ट मोरारजी सरकार को सौपते ही, पूरे देश मेँ बवाल खङा हो गया।* जनसंघ के MPs के समर्थन से बनी जनता पार्टी की सरकार के लिए मुश्किल खङी ह...

પૂતળાં હટાવો ઝુંબેશ અને મનુપ્રતિમા...

અમેરિકી પોલીસે જ્યૉર્જ ફ્લૉઇડ નામક કાળા નાગરિકની બેરહેમીથી સરાજાહેર હત્યા કરી, તેના વિરોધમાં દુનિયાના ઘણાં દેશોમાં વિરોધ આંદોલનો ચાલે છે. આ હત્યાના મૂળમાં અમેરિકાની ધોળી પ્રજાનો કાળી પ્રજા સામેનો રંગભેદ કારણભૂત છે. અમેરિકા અને અન્યત્ર “બ્લેક લાઈવ્સ મેટર” (કાળાઓનું જીવન પણ મહત્ત્વનું છે) એવું નામ ધરાવતી ચળવળ ચાલી છે. તેની અંતર્ગત કાળા લોકોને અન્યાય કરનાર ઘણા નેતાઓની પ્રતિમાઓ ધ્વસ્ત કે ખંડિત કરાઈ છે. શાયદ એનાં પગલે, રાજસ્થાન હાઇકોર્ટ જયપુરના પરિસરમાં છેલ્લા એકત્રીસ વરસોથી અનેક વિરોધો છતાં અડીખમ મનુની પ્રતિમા હઠાવવાની ઝુંબેશ, દલિત અગ્રણી માર્ટિન મેકવાનની પહેલથી  શરૂ થઈ છે. દેશના છસો જેટલા બૌદ્ધિકો, કર્મશીલો, અધ્યાપકો અને જાહેર જીવનના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોએ કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાજસ્થાનના કૉંગ્રેસી મુખ્ય મંત્રી અશોક ગહેલોતને પત્ર લખી આગામી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આ પ્રતિમા હઠાવી દેવાની માગણી કરી છે. *મનુ અને ‘મનુસ્મૃતિ’* મનુ હિંદુ ધર્મના આદિપુરુષ મનાય છે. તેમણે જ હિંદુઓના આદિ ધર્મશાસ્ત્ર ગણાતા ‘મનુસ્મૃતિ’ની રચના કરી હતી. ‘સ્મૃતિ’નો અર્થ ધર્મશાસ્ત્ર કે...