વિનોદ કુમાર મલ્લ, IPS - દલિતોનું ગૌરવ...

વિનોદ કુમાર મલ્લ, IPS
DGP(Police Reform)

વિનોદ કુમાર મલ્લ પૂર્વ ઉત્તર પ્રદેશના નિવાસી છે. તેમની જાતિ મલ્લાહ કહેવાય છે જે હવે OBC માં આવે છે. જ્યારે વિનોદ મલ્લ IPS થયા (1986માં) ત્યારે તેઓ જનરલ કેટેગરીમાં જ IPS થયા હતા કારણકે તે વખતે OBC અનામત જ નહોતું.

વિનોદ કુમાર મલ્લ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના Alumni છે. તેઓ JNU ની એ આદર્શ પેઢીના સભ્ય છે જે સમાજવાદી, બિનસાંમ્પ્રદાયિક વિચારધારાને દિલથી માને છે.

તે જમાનામાં JNUમાં ભારતના સૌથી ગરીબ પણ લાયક  વિદ્યાર્થીઓ તેમજ ભારતના સૌથી ધનાઢ્ય તથા લાયક લોકો એક સાથે ખભેખભો મિલાવી ને JNUમાં ભણતા હતા અને દેશમાં સમાજવાદ લાવવાની લડત લડતા અને દેશના સૌથી ગરીબ પરિવારો વતી સંઘર્ષ કરતા હતા. તેઓ જાતિ વિહીન, બિનસાંમ્પ્રદાયિક સમાજ ની કલ્પના કરતા હતા અને તે માટે સંઘર્ષ કરતા હતા.  તે જમાનામાં જાડી ખાદીનો ઝબ્બો-લેંઘો પહેરીને વિશ્વ રાજકારણની વાત કરતો JNUનો વિદ્યાર્થી હોવું ગૌરવની વાત હતી, આજે પણ છે, પણ હવે કદાચ તેટલું જોરદાર વાતાવરણ નથી રહ્યું.  કનૈયા કુમાર તેવા વિદ્યાર્થીઓનો આજનો સૌથી તેજસ્વી અને પ્રખ્યાત પ્રતિનિધિ છે. આવા ક્રાંતિકારી વાતાવરણ ને કારણે જ JNU આજે સત્તાધારીઓના નિશાન પર છે, અને તે વાતાવરણ ખતમ કરવાની તમામ પેરવી થાય છે.

વિનોદ કુમાર મલ્લ JNU ની સામાજિક, આર્થિક વિચારધારાના જ પરિણામે  પોતે જાતિવાદી સમાજ અને વિસ્તારમાંથી આવતા હોવા છતાં ગુજરાતના દલિત રાજકારણી શ્રી યોગ્ન્દ્ર મકવાણા ના પુત્રી અનુરાધા મકવાણા (તે વખતે કસ્ટમ સર્વિસ, અને હવે IAS) સાથે પરણ્યા છે.

આજે પણ વિનોદ મલ્લ બિનસાંમ્પ્રદાયિક વિચારધારાને વરેલા છે અને તેના જ કારણે છેલ્લા લાંબા સમય થી સાઈડ લાઇન થયેલા છે. છતાં વિનોદ મલ્લ પોતાની વિચારધારાને સંપૂર્ણ વફાદાર છે જે ભારતીય બંધારણને અનુરૂપ છે. કોમવાદી વિચારધારા ભારતીય બંધારણને અનુરૂપ નથી.  શ્રી વિનોદ મલ્લ આજે બુદ્ધ-કબીરની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા એક NGO સાથે જોડાઈને કાર્ય કરે છે.

શ્રી વિનોદ મલ્લ DGP થવાના સૌથી મોટા હક્કદાર હતા અને તેમને મળેલું પ્રમોશન સૌથી વધુ યોગ્ય છે. હું શ્રી વિનોદ મલ્લ ને આ most deserving પ્રમોશન માટે અભિનંદન પાઠવું છું.
વી.એમ.પારગી, IPS(Rtd)

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?