જાગો, સમાજ જાગો...

🌅 *રસપ્રદ અને દરેક સમાજને પ્રેરણારૂપ , અદભુત   આ  લેખ છે.*
જૈન સમાજની પ્રગતિ* નો છે પણ  *દરેક સમાજને શિખવા મળે તેમ છે.*

● ૨૦૨૨ થી ૨૦૨૫ માં દેશ ના ૧૭% સનદી અધિકારીઓ (IAS) જૈનો હશે જે ૯ જૈન સંસ્થા ઓ તૈયાર કરી રહી છે.

● જો તમે સોશ્યલ મિડિઆ સર્ચ કરી રહ્યા હોય અને કોઇ પેઇજ પર અન્યાય કે સરકાર વિરોધ ની કોઇ જ ફરીયાદ ના હોય અને માત્ર ધર્મ અને વિકાસ ની વાત જ હોય તો સમજવુ કે તમે જૈન સમાજ ની કોઇ સંસ્થા ના પેજ પર છો.

● આ સમાજ પાસે કોઇ કનૈયા કુમાર કે હાર્દિક પટેલ નથી. આ સમાજ ભારત માં પારસી પછી ની સહુ થી નાની લઘુમતિ છે પરંતુ કોઇ જ અન્યાય કે અસુરક્ષા નો ભાવ નથી. બધી જ સરકાર અને બધા જ નેતા ઓ સાથે સારો સબંધ છે. માંગતા નહીં પણ કઢાવતા આવડે છે.. એ પણ સામે વાળાનુ પુરુ સન્માન જાળવી ને જ.

● ધર્મ નો પ્રભાવ પોઝીટીવ છે. ક્ષમા આપવા નો ગુણ એટલો આત્મસાત છે કે ક્યારેય કોઇ ને નુકસાન પહોંચાડતા નથી.

● રાણા પ્રતાપ ને ભામાશા બની ને સહાય કરે છતાં નેતા તો રાણા ને જ રાખે.

🕳 ભારત દેશમાં જેટલા ધર્મ પ્રવર્તે છે એ તમામ ધર્મના લોકો પૈકી સહુથી વધારે ઇન્કમટેકસ ભરનાર જૈન ધર્મી લોકો છે જે વસ્તીમાં  સહુથી ઓછી સંખ્યા ધરાવે છે પણ સરકારની તિજોરીમાં સહુથી વધુ નાણા જમા કરાવે છે. એટલુ જ નહી લગભગ તમામ ધર્મીઓ મા ભિક્ષુકવૃતિ કરનાર જોવા મળશે પણ ક્યારેય જૈન ભિખારી પૂરા દેશમાં કયાય તમને જોવા નહી મળે.

● સૈનીક ફંડ માં ભારત માં સહુ થી વધુ દાન શ્રવણ બેલગોડા કર્ણાટક ભગવાન બાહુબલી સંસ્થાન નુ રૂ ૧૦૦ કરોડ નુ છે.

● સંપત્તિ ઉપયોગ ના ચાર પ્રકાર છે -  બતાવવુ, ઉડાડવુ, વાપરવુ અને ઉગાડવુ. આ ચારે પ્રકાર જૈન શેઠિયા ઓને આત્મસાત છે.

● અન્ય સમાજ ની સંસ્થાઓ માં મહદંશે થોડા સમય માં ભાગલા પડી જતા જોયા હશે પણ જૈન ટ્રસ્ટો માં તિવ્ર વૈચારીક મતભેદ મિટીંગ માં લાંબી ચર્ચા ઓ થાય, વેવાઇ-વેવાઇ સામે આવે પણ મિટીંગ પુરી વાત પુરી વેરઝેર કડવાશ નથી હોતી અને કોર્ટ કેશ બહુ દુર ની વાત છે. સમતશિખર અપવાદ છે પણ તેમાં પણ આયોજન એ છે કે દિગંબર શ્ર્વેતાંબર એ લડતા રહી ને પર્વત સરકાર ને ના આપવો.

● જીતો, જીઓ, જીત, તેરાપંથ યુવા પરીષદ, દિગંબર મહાસભા જેવી સંસ્થાઓ જૈન યુવાનો ને આઇ.એ.એસ. બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. અદભૂત પરિણામો આવવા લાગ્યા છે.

● દેરાસરો અને ઉત્સવો થી એક વર્ગ શિક્ષણ અને હોસ્પિટલ તરફ વળ્યું છે.,  તો વળી અનેક યુવાનો શિક્ષણ થી શાસન તરફ વાળીને દિક્ષાઓ લઈ રહ્યા છે.

● અમદાવાદમાં ૨૫ કરોડ ના ખર્ચે મહાવીર જૈન વિધાલય બની રહી છે. બેંગ્લોર અને પુનાની જૈન હોસ્ટેલ જોતા તમે યુરોપીયન હોસ્ટેલ માં ફરી રહ્યા છો તેવો આભાશ થશે. 

● હવે ધર્મની સાથે એજ્યુકેશન અને ડેવલોપમેન્ટ ની વાત કરનાર જૈન સંત જ યુવાઓમાં લોકપ્રિય છે. જૈન યુવાન બહુ ઝડપ થી પંથવાદ ભુલી રહ્યો છે.

● આજે વારંવાર કેટલાક નકારાત્મક તત્વો ફેસબુક સોશ્યલ મિડીયા પર કોઇ સમાજ કે દેવી દેવતા વિશે લખે તો કહેવાતા સામાજીક આગેવાનો ટોળા લઇને સમય શક્તિનો બગાડ કરી તેને હિરો બનાવે છે. આવા તત્વો ને નજર અંદાજ કરવાનુ કોઇ જૈન સમાજ પાસે થી શિખે! જેમકે રાજસ્થાન હરીયાણા ઉતર ગુજરાત માં અનોપ મંડળ નામની સંસ્થા જગતહિતકરણી ડોટ કોમ જેવી વેબ સાઇટ અને સાહિત્યો થી જૈન સમાજ વિશે અનાપ શનાપ લખે છે પણ જૈન સમાજે ઇ નજર અંદાજ જ કર્યુ છે હાથી કી ચાલ કો કુતા ભૈંસે ઇ અંદાજમાં!!

●  એક પણ રેલી કાઢ્યા વગર વોટબેંક નો આધાર વગર, એક પણ ધરણા કે ઉપવાસ વગર, માત્ર એક કોમ્યુટર અને પ્રિન્ટરના માધ્યમ થી લઘુમતી લઇ લીઘી ...!  કોઇ ને ઇર્ષા ના આવે માટે ઉજવણી પણ ના કરી. આમ દેશની હજારો શિક્ષણ સંસ્થાઓ અને જૈન મંદિરો સુરક્ષિત કરી લીધા. આજે સરકાર શિરડી સાંઇબાબા - સિધ્ધિવિનાયક મંદિર - મુંબઇ, કે અંબાજી મંદિર ગુજરાતનો વહીવટ લીધો પણ આ કાયદા હેઠળ શ્રવણ બેલગોડા કર્ણાટક કે ગુજરાતના  પાલીતાણાનો વહીવટ ના લઇ શકે!

● આજે જે સમાજો અનામત નામની આભાસી ચકલી પાછળ પડ્યા છે તેમને જૈન સમાજ પાસે થી ખાસ પ્રેરણા લેવાની જરૂર છે. ટોળા ભેગા કરી રેલ્વે સળગાવતા લોકોની વચ્ચે દેશની ૧૨૫ કરોડ ની જનસંખ્યા માં માત્ર અડધા ટકા કરતાં પણ ઓછી, માત્ર ૫૫ લાખ લોકોની જનસંખ્યા ધરાવતો સમાજ છેલ્લા 2500 વર્ષ થી પોતાને પ્રથમ હારોળ માં રાખવા સક્ષમ રહ્યો છે..             🙏🏻🌷🙏

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?