ચાલો નિર્માણ કરીએ...

હજ્જારો જાતિઓમાં વિભાજીત લોકો પ્રજા બને તો સામુહિક રીતે વિચારી શકે? તો ઉદ્ધાર થાય..

જાતિઓમાં પણ સ્તરી કરણે ઉજળિયાત બની બેઠેલી પ્રજા સદીઓથી શિક્ષણ, ધન, ધરતી, રોજગાર પરના એકાધિકારને કારણે બહુમતી પછાત બધાથી વચિત જાતિઓને પીડિત અવસ્થા જોઈ પર પીડન નો આનંદ માણતી આવી છે.

વાત રહી બહુમતી પીડિત પ્રજાની, 6000 જાતિઓમાંથી તત્કાલીન વિપરીત સ્થિતિમાં ઝઝૂમી બાબસાહેબે અનુ.જાતિ, જન.જાતિ અને અન્ય પછાત એમ ત્રણ જાતિઓ બનાવી. સમગ્ર પછાત વર્ગ "બેકવર્ડ કલાસ" બનવા શીખ આપી હતી.

પણ, સદીઓથી વિભાજીત એક મેકને ઊંચ નીચ માનવા ટેવાયેલી મુલનીવાસી જાતિઓ ફૂલે આબેડકરી ચળવળના આ 171મા વર્ષે પણ સમગ્ર પછાત જાતિઓ બની નથી. મુલનીવાસી હોવાનો અને સાડાત્રણ હજાર વર્ષની વિદેશી આક્રમણ ખોરોની ધાર્મિક, આર્થિક, સામાજિક સાજીશ ને કારણે પાયમાલ થઈ હોવાના સત્યથી સભાન બની નથી. પરિણામે, આપણી બહુજન પ્રજા પીડિત પ્રજા બધુજ સહન કર્યે જાય છે.

આ સ્થિતિમાં સૌનું કલ્યાણ શક્ય નથી. બહુજન પીડિત, શોષિત, વંચિત બહુજન લોકોના દુઃખ વધુ અને વધુ વકરતાં જાય છે.

સાડા ત્રણ દાયકાથી તો લિબરલાઈઝેશન (ઉદારીકરણ),  પ્રાઇવેટલાઈઝેશન (ખાનગીકરણ) અને ગ્લોબલાઇઝેશન (વૈશ્વિકરણ) થી સૌના ભલાના રૂપાળા પ્રચારીત અસત્યોના જોરે સમગ્ર વિશ્વમાં આર્થિક અસમાનતાની ખાઈ ને વધુને વધુ ગહરી બનાવવાનું દુષ્કર્મ કર્યું છે. એમાં આપણા જેવા સદીઓથી અસમનતાના પીડિત દેશમાં તો આ ખાઈએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે.

એટલે, પાંચ પચીસ ધનપતિઓ પાસે દેશની અર્ધી સંપતિ (એકલા મુકેશ અંબાણી પાસે 3,80,000 કરોડ) અને સો પાંચસો ધનપતિઓ પાસે દેશની પોણા ભાગની સંપતિ એકત્રિત થઈ ગઈ છે.

આ અસમાનતા નિવરવાને બદલે તે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે જાય એવા સતત ખાનગીકરણ તરફના આર્થિક પગલાંઓનો અમલ થતો જાય છે.

આ વિનાશક સ્થિતિ, છેલ્લી સદીમાં માનવીય અધિકાર મેળવી નાગરિક બનેલ બહુજનોને પાયમાલ કરી નાખે એ પહેલાં, બુદ્ધના "બહુજન હિતાય, બહુજન સુખાય." ને સ્વ. પ્રયત્ને બહુંજનોએ સાકાર કરવું પડશે.

ચાલો આપણે ભ્રામણ વાદના ઓછે વત્તે અંશે પીડિત સૌ અનુ.જાતિ, જન.જાતિ અને ઓબીસી બહુજન બનીએ.
આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નિર્માણ કરીએ.
સમૃદ્ધ અને સુખમય ભારતનું નિર્માણ કરીએ.

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?