આપણું ભલું આપણી જાતે...

આપણે બધા જે ધર્મના અનુયાયીઓ છીએ એ ભ્રામણ  ધર્મ વિદેશી આર્ય ભ્રામણ દ્વારા રચાયો અને પ્રસ્થાપિત કરાયો ધર્મમાં ચાર વર્ણ અને છ હજારથી વધુ જાતિઓ છે.

ધર્મના આદેશ મુજબ ઉપલા ત્રણ વર્ણ ભ્રામણ, ક્ષત્રિય, વૈશ્ય (વિદેશી આર્ય) માટે રાજ્ય, શિક્ષણ અને બધી વેપાર વણજ અનામત થયાં અને બાકી રહેલ બધા શુદ્રો(મૂળ નિવાસી બહુંજનો) માટે સેવા અને શ્રમના કામ ભાગ આવ્યાં.

આ વ્યવસ્થાને સ્મૃતિઓ અને પુરાણો દ્વારા જડબેસલાક બનાવવામાં આવી. મનુસ્મૃતિએ આ નિયમોના પાલન માટે ક્રૂર દન્ડ સંહિતા બનાવી....

જેમકે.. અનુલોમ પ્રતિલોમ લગ્ન.

ભ્રામણ પુરુષ બાકીના એનાથી હલકા ત્રણ વર્ણ ની સ્ત્રી સાથે લગ્ન કરી શકે.એમ ક્રમશ: નીચેના વર્ણો તેથી નીચેના વર્ણ સાથે લગ્ન શકે..
આ અનુલોમ લગ્ન પ્રથા કાયદેસર માનવામાં આવી.

તેથી વિરુદ્ધ
નીચલા વર્ણના પુરુષ માટે ઉપલા વર્ણની સ્ત્રી સાથે લગ્ન કે ગેરકાયદેસર કૃત્ય માનવામાં આવ્યું અને તે માટે દન્ડ સજાઓ નિયત થઈ.
જેને પ્રતિલોમ લગ્ન પ્રથા ગેરકાયદેસર જાહેર કરાઈ.

આવું જઘન્ય ભેદભાવ પૂર્ણ નિયમન જનોઈના દોરા, દન્ડની લંબાઈ(લાકડી) રાખવાથી લઈ રહેઠાણ, કપડાં, ઉઠવા બેસવા બધી બાબતોએ કરાયું.

આ નિયમન ઉપલા ત્રણ ભ્રામણ, ક્ષત્રિય, વૈશ્ય સિવાય શુદ્રો(મુલનીવાસીઓ) માટે ખૂબ ક્રૂર રહ્યું..

જે અંગ ભૂલ કરે તેનું છેદન કરવું કે ક્રૂર રીતે તે અંગ નકામું કરવું કે મૃત્યુ દન્ડ જેવી સજાઓ થઈ..
જેમ કે, તપ કરતા શમ્બુક ની હત્યા, એકલવ્યના અંગૂઠો કાપવો, કાનમાં શિશુ રેડવું, જીભ કાપવી વગેરે..

આ ક્રૂરતા સામે શુદ્રો(મુલનીવાસીઓ) માથું ન ઊંચકે એટલે એમાં સ્પૃશ્ય, અસ્પૃશ્ય શુદ્રો બે ભાગ પડાયા અને ધંધા મુજબ ઓળખ આપી અનેક જાતિઓમાં વિભાજન કરી દેવાયા.

સદીઓથી એના પાલન માટે ધર્મ આદેશ, નીચલી વરણમાં જન્મ ને પુનર જન્મનું ફળ ગણાવાયા અને શિક્ષા સહિત વેપાર વણજ આર્થિક પ્રવૃત્તિના અભાવે, લાચાર અને મૂઢ બનેલ શુદ્રો આ ષડ્યંત્ર સમજવા કે એ સામે માથું ઉચકવા સમર્થ ન રહ્યા અને સદીઓના અનુસરણથી એને ધર્મ માનતા થયા.

રાજપાટ ત્યજી આ ઘોર અનીતિ ડામવા નીકળેલ મહાત્મા બુદ્ધ અને તેમનો સમાનતાવાદી ધર્મ સમ્રાટ અશોક દ્વારા સ્વીકારાતાં આ સ્થિતિમાં સુધારો થયો.

બાળ રાજા બૃહદ્રથની ભ્રામણ સેનાપતિ હત્યા કરી પુન: ભ્રમનવાદી રાજ્ય નિર્માણ કર્યા બાદ પુન: વર્ણાધર્મ ભ્રામણ વાદનો ક્રૂરતા પૂર્ણ અમલ થયો. શુદ્રની સ્થિતિ વધુ બદતર થઈ.


ત્યાર બાદ,
અંગ્રેજ રાજમાં અઢારમી સદીની શરૂઆતમાં સ્પૃશ્ય શુદ્રને શિક્ષણ નસીબ થયું..
સ્પૃશ્ય શુદ્ર સમાજમાં જન્મેલ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબા ફૂલે દંપતી, ડાયાની દેવી ફાતિમા શેખ દ્વારા સ્ત્રીઓ, શુદ્રો માટે શિક્ષણના દ્વાર ખોલાયા.

જ્યોતિબાને ગુરુ માનતા અસ્પૃશ્ય શુદ્ર સમૂહમાં જન્મેલ બાબા સાહેબે આ સ્થિતિ- વ્યવસ્થામાં પરિવર્તન માટે આજીવન સંઘર્ષ કર્યો,
બંધારણ ઘડવાનો મોકો મળતા બાબસાહેબે મનુએ સર્જેલી જન્મ આધારિત તમામ અસમાનતા, તક વિહીનતાઓ પર પૂર્ણ વિરામ મૂકી સૌને નાગરિક નાતે સમાન માનવીય અધિકાર અને તકની સમાનતા આપી..

પરિણામે, આજે આપણે સૌ શુદ્રો-મુલનીવાસી બહુંજનો 50% સમુદાય વાંચતા લખતા થયા છીએ.
પણ, બાબાસાહેબ ઇચ્છતા હતા તેવા શિક્ષિત(ખરાબ સ્થિતિના કારણો વિશે વિચારતા અને તેના હલ માટે વિચારતા) થયા નથી. થયા તો તેનું પ્રમાણ ઓછું છે. અને સંગઠિત થઈ વ્યવસ્થા પરિવર્તનના માર્ગ પણ ઓછા લોકોએ સ્વીકાર્યો છે.

આ માર્ગે આપણા ઘણા લોકો જોડાશે ત્યારે શોષણ, અન્યાય, અત્યાચાર, અનારોગ્ય, અશિક્ષા, બેરોજગારી, ગરીબી, ભૂખમરી, જેવી સમસ્યાઓ તો હલ થશે જ બલ્કે, આપણી વસતિ 85% હોવાથી લોકશાહી રીતે આપણે
બહુજનો આપણું ભલું આપણી જાતે કરી શકીશું.

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?