મુક્તિ માર્ચ...
મુક્તિ માર્ચ: (૨૮ ઓગસ્ટ, ૧૮૯૩) ધારોકે તમે ૧૮૯૩ના વર્ષમાં ટાઇમ ટ્રાવેલ કરીને પાછા પહોંચી શકો. અને ધારોકે તમારી પાસે કોઇ વિમાન હોય જેમાં બેસીને તમે સમગ્ર દેશનું વિહંગાવલોકન કરી શકો તો, કદાચ આવા ચિત્ર તમારી આંખોને દેખાય. જો તમે બોમ્બે-પૂનાના આકાશ પર હોવ તો, મેલાધેલા મજૂરીયા દલિતો કે જેમની ડોકમાં હાંડી ભરાવવામાં આવી હોય તથા પાછળ સાવરણી બાંધવામાં આવી હોય. થોડા હજી વધુ સાઉથમાં જાવ તો હાલમાં જેને કેરલ કહે છે તેના કેટલાક ભાગમાં કદી ત્રાવણકોર સ્ટેટ હતું. તમે એના આકાશ પરથી દેખો તો દેખાય કે દલિત મહિલાઓ પોતાના સ્તન ઢાંકી શકતી નહોતી. જો ઢાંકવા હોય તો, 'સ્તન કર' આપવો પડતો. રાજ્યનો ટેક્ષ કલેકટર ઘરેઘરે જયીને દલિત મહિલાઓના સ્તનનું નિરીક્ષણ કરતો. સ્તનના સાઇઝ અને જથ્થાના ધેરાવાના આધારે એ ટેક્ષ નક્કી કરતો. જે ભર્યા બાદ જ, મહિલાને પોતાના સ્તન ઢાંકવાની પરમિશન મળતી. તમે ખેતરોમાં દેખો તો મોટા ભાગના મજૂર, દલિતો હતા. તેમને સ્મશાનનો કે પાણી ભરવાનો પણ હક્ક નહોતો. એમને જાહેર રસ્તે ચાલવાનો પણ હક્ક નહોતો. તેમને સવર્ણ કાસ્ટ ના તથા ખાસ કરીને બ્રાહ્મણો પહેરે તેવા કપડાં પહેરવાનો પણ હક્ક નહોતો. આ બધું ...