ઉદાદેવી
ઉદાદેવી પાસી. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ભુલાયેલી વીરાંગના. ઉતરપ્રદેશના લખનઉની પાસે ઉજિરીયાવ ગામ છે. જયા પાસી જાતીના ગરીબ દલિત પરિવારમા ઉદા નો જન્મ થયો હતો. નાની ઉંમરમા જ તેના લગ્ન મક્કા પાસી સાથે કરી દેવામાં આવ્યા હતા. મક્કા પાસી અવધના નવાબ વાજિદ અલી શાહ ની પલટનમા સૈનિક હતાં દેશી રજવાડાઓ પર અંગ્રેજો ની નજર બગડતા નવાબે પોતાની ગેરહાજરીમાં મહેલની રક્ષા કરવા લડાકુ સ્ત્રીઓ ની સુરક્ષા ટુકડી બનાવી હતી જે જનાનખાના અને મહેલની રક્ષા કરતી હતી. આ પલટનમા ઉદાદેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશના પ્રથમ સ્વાધીનતા સંગ્રામની નાયિકાઓમાંની એક નવાબની બેગમ હજરત મહલ, ઉદાદેવીની બહાદુરી અને તરત નિર્ણય લેવાની આવડતથી ખુબ જ પ્રભાવિત થયા હતા. ટુકડીમાં જોડાયાના થોડા જ સમયમા બેગમે ઉદાદેવી ને ટુકડીના કમાન્ડર બનાવી દીધા. દેશના પ્રથમ સ્વંતંત્રતા સંગ્રામ વખતે મહિલા ટુકડીના કમાંડર તરીકે ઉદાદેવી એ જે અદમ્ય સાહસ, દુરદર્શિતા અને બહાદુરીનો પરિચય આપ્યો તેનાથી ખુદ અંગ્રેજ સેના પણ ચકિત થઈ ગઈ હતી. ઉદાદેવીની વિરતા પર એ વખતે ઘણા લોકગીત ગવાતા જેમાનુ એક છે. “कोई उनको हब्शी कहता, कोई कहता नीच अछूत, अबला कोई उन्हें ब...