દલિતો વિરુદ્ધ ગાંધી
*દલિતો ગાંધીને કેમ પોતાના સમાજનો સૌથી મોટો દુશ્મન માને છે, ચાલો જાણીએ આપણા એ ભૂંડા ઈતિહાસને જેને “પુના કરાર” તરીકે ઓણખવામાં આવે છે. ટૂંકમાં બાબાસાહેબ આપના સમાજ માટે અંગ્રેજો પાસેથી છીનવીને લાવેલ "ડબલ મતાધિકાર".આપણને સાહજીક પ્રશ્ન થાય કે આ “અલગ મતાધિકાર વળી શું ? અને બાબા સાહેબે તેની માંગણી કેમ કરી હશે ? અને તેનો હેતુ શો હશે ?બાબાસાહેબ એક રાજનીતિશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિ હતા. તેઓ ઇચ્છતા હતા કે ભારતની ધારાસભામાં આપણા સમાજનો ચુંટાયેલો પ્રતિનિધિ સાચા અર્થમાં આપણો પ્રતિનિધિ હોવો જોઈએ. અલગ મતાધિકાર સમજવા આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૧૩ સીટો અનુસુચિત જાતિ માટે આરક્ષિત છે, પરંતુ તેમાં વોટિંગ જે તે વિધાન સભાના મત વિસ્તારના બધા જ વર્ગોના મતદારો દ્વારા થાય છે. તેના બદલેગુજરાતને ૧૩ ભાગમાં વહેંચી નાખવામાં આવે અને આવા પ્રત્યેક ૧૩ વિભાગોમાં આપણા સમાજના જ વ્યક્તિઓ ઉમેદવારી નોધાવે અને તેમને ફક્ત આપણા સમાજના જે તે વિભાગના મતદારોના વોટથી ચૂંટવામાં આવે અનેતે આપણા સમાજનો પ્રતિનિધિ બની વિધાનસભા માં જાય. આવો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ અન્ય સમાજના લોકોના વોટનો મોહતાજ ના રહે અ...